અમદાવાદ, તા.૯
આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મેડિકલ વિદ્યાર્થીઓનું વાર્ષિક સંમેલન ઇત્તિહાદ ૨૦૧૭ યોજાયો હતો. આ સંમેલનમાં મહેમાન ઝીનુલ અલી ખાન, (આઈ.આર.એસ.મેટ્રો રેલવે પ્રોજેક્ટ), મોહમ્મદ એસ.એ..ખાન
(આઈ.આર.એસ,
કમિશનર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ),
મો.સુહેલ એમ.તિરમીઝી (ઉપ-પ્રમુખ,
લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ), જાવેદ અખ્તરખાન(
આઈ.આર.એસ,
કમિશનર કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસીઝ ડિપાર્ટમેન્ટ), ડોક્ટર જાવેદ એમ. વકીલ ( ડી.એમ.નેફ્રોલોજીસ્ટ), ડોક્ટર મુર્તુઝા લક્ષ્મીધર (ઓમ્કોલોજી), ડોક્ટર મકબૂલ સોહેલ, (ડી.એમ. કાર્ડીઓલોજી), ડોક્ટર નસીરુદ્દીન શેખ, (એમ.ડી. માઈક્રોબાયોલોજી), ડોક્ટર મુબીનબેન રંગૂનવાળા (એમ.ડી.સૈકિયાટ્રીસ્ટ) હાજર હતા અને મેડિકલના વિદ્યાર્થીઓને પોતાના સૂચનો આપ્યા હતા તેમજ આઈ.એ.એસ. થવા હાકલ કરી હતી. મોહમ્મદ સુહેલ એમ. તિરમીઝીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે કુર્આન માનવતા ઉપર ભાર મૂકે છે માટે જ સમાજ માટે દરરોજ ૨ કલાક દરેક વ્યક્તિએ માનવતાના કામ માટે ફાળવવા જોઈએ. ગુજરાત ટુડે સમાચાર પત્રક દ્વારા લોકોને ‘ગાઈડ’ કરવામાં આવે છે અને હાલ છેલ્લા અઠવાડિયાથી મોડી રાત ૨ વાગે સુધી ફક્ત મુસ્લિમ રહેણાંક વિસ્તારોમાં જ સમાજના લોકો ખાણીપીણીની લારી કે દુકાન પાસે રસ્તા રોકી પોતાનો સમય બરબાદ કરે છે અને આમ કરવાથી તેઓ પોતાનું તો નુકસાન કરે જ છે પરંતુ આમ કરવાથી દેશને ગેરમાર્ગે દોરાયેલી આવનારી પેઢી આપી દેશ વિરોધી કામ કરે છે. જો બાપ ઘરની બહાર ૧ કે ૨ વાગ્યા સુધી ગપ્પા માર્યા કરશે તો દીકરો શું શીખશે? તેમણે વધુમાં જણાવ્યું કે મેડિકલ વિદ્યાર્થીઓને સૂચવેલ કે તેઓ આઈ.એ.એસ.
થવાના પ્રયત્ન કરી પ્લાનિંગની ભૂમિકા ભજવે કારણ કે દેશ કે વ્યવસ્થા ચલાવવામાં આઈ.એ.એસ અધિકારી મુખ્ય ભૂમિકા ભજવે છે. મેડિકલ વિદ્યાર્થીને આઈ.એ.એસ થવાનાં ચાન્સ પણ વધારે હોય છે કારણ કે ઇન્ટરવ્યુ લેનાર માનસિક રીતે આવા કેન્ડીડેટને ખૂબ જ મહેનતુ અને હોંશિયાર માનીને જ ચાલતો હોય છે, બાકી સારી કોચિંગ ક્લાસ તેમનું કામ સરળ કરી આપે.
અતિથિ વિશેષ પદેથી બોલતા સામાજિક કર્મશીલ અને આઈઆઈટીના વિઝિટીંગ ફેકલ્ટી સંદીપ પાંડેએ જણાવ્યું હતું કે સેક્સ રેશિયોમાં ભારત ફક્ત પાકિસ્તાનથી આગળ છે. બાકી બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્માથી પણ પાછળ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોમવાદ અને જ્ઞાતિવાદ દૂર કરવા આંતરજ્ઞાતિય અને આંતરધર્મીય લગ્ન કરાવવા જોઈએ.
અમદાવાદના જુહાપુરામાં મેડિકલના વિદ્યાર્થીઓ અને મેડિકલ ફેકલ્ટી, પ્રોફેસરોનો ઈતિહાસ સંમેલન સેમિનાર યોજાયો હતો. પહેલા વર્ષના વિદ્યાર્થી ડોક્ટર મોહમદ અસ્ફાકે અનુભવી પ્રોફેસરોને પ્રશ્ન કરેલ કે ખૂબ જ ટૂંકા સમય ગાળામાં એક ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી કઈ રીતે અંગ્રેજી ચોપડા વાંચી મેડિકલની પરીક્ષા આપી શકે? તો ડોક્ટર રાફિયાએ વિદ્યાર્થીઓના પ્રમાણમાં ફેકલ્ટી પ્રોફેસરો ખૂબ જ ઓછા હોવાનું જણાવેલ જ્યારે ડોક્ટર તનવીર શેખે સ્પેશિયાલિઝેન્શન અને સુપર સ્પેશિયાલિઝેન્શન અંગે જ્યારે ડોક્ટર ઝાહીદ સિદ્દીકી આજે કોર્પોરેટની દુનિયામાં દર્દી સાથેના વ્યવહાર અંગે જ્યારે અન્ય એક પ્રશ્ન “નિટ” ની પરીક્ષા પહેલા વર્ષને બદલે ત્રીજા વર્ષમાં આપે તો હિતાવહ કે કેમ? તો પ્રોફેસરની પેનલે દરેક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે મેડિકલની ચોપડીઓ અંગ્રેજીમાં જ રહેવાની કારણ કે મેડિકલ કાઉન્સીલનાં નિયમ મુજબ અંગ્રેજી ભાષા જ માન્ય છે. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેમણે અઘરા શબ્દનું અર્થ ગુજરાતીમાં લખી એક ડીક્ષનરી પોતાની બનાવવી જોઈએ અને ત્યારબાદ તેમના જુનિયર ક્લાસના વિદ્યાર્થીઓને આપી દેવી જોઈએ. વળી ગુજરાતી માધ્યમથી પોતે ભણ્યા હોય તો તેને પોતાની કમજોરી ન સમજવી પરંતુ મહેનત વધારે કરી લેવી. સરવાળે પરિણામ આવે ત્યારે લીસ્ટમાં જે રેન્ક હોલ્ડર હોય છે એ મોટે ભાગે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જ હોય છે. વિદ્યાર્થીઓ ખરેખર પ્રેક્ટીસમાં કેટલીક કોમન બીમારીઓનું જ્ઞાન વધુ કામ કરી જાય છે અને સમાજના અલગ અલગ લોકોને કેટલીક કોમન બીમારીઓ વધારે હોય છે તો તેનો અભ્યાસ વધારે કરી માસ્ટરી મેળવી લેવી, કારણ કે તમારા વિસ્તાર અને ત્યાના લોકોને કેટલીક બીમારીઓ વધારે થતી હોય છે. એટલે વાંચવાની શરૂઆત કોમન બીમારીઓ વાંચી કરવી. ક્લાસના શિક્ષકો (
પ્રોફેસરો)
આગળ
“ઓવર સ્માર્ટ બની નારાજ કરવાને બદલે ‘બેઝિક્સ’ ને વળગી રહેવું. વાઈવામાં પ્રોફેસર કહે નહીં ત્યાં સુધી બેસી ન જવું તેમજ વધારે સ્માઈલ આપવાથી પ્રોફેસર પૂછી બેસે કે તમને કોઈ લોટરી લાગી છે! મેડિકલ ટરમીનોલોજીની બહાર વાત વાઈવામાં ન કરવી. કોન્ફીડન્ટ રહેવું અને વધારે દલીલ ન કરવી તેમજ હાર્શ રહેવાને બદલે હમબલ રહેવું. ફેકલ્ટી પ્રોફેસરની અછત વિદ્યાર્થીઓના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે પરંતુ વિદ્યાર્થીએ પ્રોફેસરને પોતાની મુશ્કેલી પૂછવી જોઈએ. સુપર સ્પેશિયાલિઝેન્શન અંગે જણાવ્યું કે ચેલેન્જિસને
સ્વીકારી “એડજસ્ટ” કરવું પરંતુ “કોમ્પ્રોમાઈઝ નહિ કરવું. લગ્ન જીવન અંગે કોઈ “સ્ટ્રેસ” લેવાની જરૂર નથી. ઇસ્લામ સ્ત્રીઓ પોતાના પતિ, બાળકો અને ઘરનું ધ્યાન પહેલા અને પછી અન્ય કામને સ્થાન આપે છે જે સફળ સ્ત્રી ડોક્ટર સારી રીતે પોતાને એડજસ્ટ કરી શકે છે. આજે સ્પેશિયાલિસ્ટનાં સમયમાં
‘ફેમિલી ડોક્ટર ખૂબ જ ઓછા થઇ ગયા છે. પેશન્ટ પોતાની બીમારી પ્રમાણે સ્પેશિયલાઇઝડ ડોક્ટર પાસે જાય છે. જો રેસિડન્ટ ડોક્ટર વધારે કામમાં હોય ત્યારે જ સ્પેશિયલાઇઝડ
ડોકટરે આવવું પડે. આ કોર્પોરેટ સમયમાં દર્દી સાથે ચર્ચા અંગે તેમણે સલાહ આપી કે દર્દી કે તેમના સગા સંબંધીને એક એક કરી એક જ વાત સમજાવવાને બદલે દર્દીને જણાવવું કે તે તેમના સગા સંબંધી સાથે મળી રહે અને તેમની હાજરીમાં બીમારીની ગંભીરતા અંગે સમજ આપવી. વધુમાં દર્દીની બીમારી અંગે પૂરે પૂરી માહિતી કે ઈતિહાસ નોંધવું. બીમારી અંગેનું ઈતિહાસ લખવું ખૂબજ અગત્યનું છે. માનવતાપૂર્વક વર્તન કરવું અને કોઈ દર્દી આગળ તેમના અગાઉનાં ડોક્ટર અંગે ખરાબ ના બોલવું કે પુરોગામી ડોક્ટરે ભૂલ કરેલ કે ખોટી દવા આપેલ વિગેરે. નિટ અંગે સલાહ આપતા જણાવેલ કે તે પરીક્ષા પહેલા વર્ષમાં જ આપી દેવી અને ઇન્ટરનશીપ સમયે જ કલાસીસ ભરવી કારણ કે ત્યારબાદ વાંચવાનો બોજ વધી જતો હોય છે અને પરીક્ષામાં પાસ થવું મુશ્કેલ બની શકે. ડોક્ટર સિવિલ સર્વિસીસ (આઈ.એ. એસ.વી ) પરીક્ષા આપે કે કેમ તે અંગે સલાહ આપેલ કે હવે તો ડોકટરો પણ આપી શકે છે અને મેડિકલમાંથી સિવિલ સર્વિસીસમાં જોડાનાર ઘણા દાખલા છે. ડોક્ટર ધાસુરાએ વિદ્યાર્થીઓને સલાહ સુચન આપેલ કે એક પણ પ્રશ્ન છૂટવો ન જોઈએ. તેમણે કહ્યું કે એક વિદ્યાર્થી વાઈવામાં ૭૦% થી પાસ થતો પરંતુ તે થીયરીમાં પાંચ વાર નાપાસ થયેલો. મેડિકલની પરીક્ષામાં બે પ્રશ્ન ચૂકી ગયા તો વિદ્યાર્થી નાપાસ જ થયા. વિદ્યાર્થીઓને સલાહ આપનાર ડોકટરોમાં ડોક્ટર શોએબ શેખ, ડોક્ટર હસીના કાપડિયા , ડોક્ટર શાહીસ્તાબેન,
ડોક્ટર ઈરફાન મોમીન, ડોક્ટર મોહમ્મદ ઝીઔદ્દીન સૈયદ, ડોક્ટર સાબિર હમ્દાની, ડો. ખેરાડા, ડો.એ.આઈ.મનસુરી હાજર હતા. આ કાર્યક્રમનું આયોજન ડો. ઈરફાન ગુજરાતી (પીડિયાટ્રીશિયન્ટ, જીસીએસ હોસ્પિટલ)
દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું સફળતાપૂર્વક સંચાલન ફાઈનલ વર્ષના વિદ્યાર્થી ડોક્ટર મોઈન સૈયદ અને તેમના મેડિકલના વિદ્યાર્થીઓની ટીમે કર્યું હતું.