તુરત જ અમૂલ દૂધ, ટ્રકના ભાડા એસ.ટી.ભાડા, વગેરેમાં ભાવ કે ભાડાં વધારવાની માંગણી કરનાર અમૂલ
ડેરીના સંચાલકો, ટ્રક ઓનર્સ એસોસિએશન કે સરકાર ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છતાં દૂધના ભાવ ટ્રક કે એસ-ટીના ભાડાં ઘટાડવાની શા માટે પહેલ કરતાં નથી. તે પ્રશ્ન આમ પ્રજામાં અને સોશ્યલ મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે.
ડીઝલના ભાવમાં એક લીટરે એક રૂપિયાનો વધારો થાય છે કે, તુરત જ અમૂલ ડેરીના સંચાલકો અમૂલ દૂધની વિવિધ બનાવટમાં ખાસ કરીને દુધના ભાવમાં ૧ લીટરે એકથી બે રૂપિયાનો વધારો ઝીંકી પ્રજાના માથે કમરતોડ બોજ વધારી દે છે. ગત વર્ષે અને ચાલુ વર્ષની શરૂઆતમાં જ ડીઝલના ભાવો વધતા ગયા તેમ તેમ અમૂલ દૂધના ભાવમાં વધારો કરાતો ગયો. દૂધના ભાવમાં વધારો કરતાં પહેલા અમૂલ દૂધના ચેરમેન પત્રકારોને બોલાવી મોટા ઉપાડે દૂધના ભાવ વધારાની જાહેરાત કરતા હોય છે કે, ડીઝલના ભાવ વધતા અમારે ના છૂટકે દૂધના ભાવો વધારવા પડ્યા છે. જો કે, અમૂલ દૂધના સંચાલકોને જણાવવાનું કે છેલ્લા ત્રણ મહિનામાં ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. એ હિસાબે જોવા જઈએ તો ડીઝલના ભાવમાં ૧ રૂપિયા વધારા પર લીટરે બે રૂપિયાનો વધારો કરાતો હોય તો ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાના ઘટાડા પર અમૂલ દૂધના ભાવમાં પણ લીટરે આઠથી દસ રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. પરંતુ અમૂલ દૂધના સંચાલકોએ હજી સુધી આવી જાહેરાત કરી નથી કે, પત્રકારોને બોલાવ્યા નથી ત્યારે શું તેઓ પ્રજાના વિરોધની રાહ જોઈ રહ્યા છે.!
આ મુજબ ડીઝલના ભાવમાં વધારો થતાં જ ટ્રક ઓનર્સ એસોસિએશન અને સરકાર ટ્રકના ભાડા અને એસટીના ભાડામાં વધારો કરતા હોય છે. પરંતુ ડીઝલમાં ૧ લીટરે પાંચ રૂપિયાનો ઘટાડો થયો હોવા છતાં હજી સુધી ભાડા ઘટાડવાની કોઈ માંગણી કે દરખાસ્ત કરાઈ નથી કે સરકાર તરફથી કોઈ હિલચાલ થઈ નથી.
આ અંગે દાણીલીમડામાં રહેતા શહેનાઝબાનુંએ જણાવ્યું હતું કે, વારંવાર ડીઝલના ભાવમાં મામૂલી વધારાના બહાને દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરનાર અમૂલ દૂધવાળા ડીઝલના ભાવમાં આટલો બધો ઘટાડો થયો હોવા છતાં દૂધના ભાવમાં ઘટાડો કેમ કરતા નથી ?


.jpg)