Breaking News
recent

કર્ણાટકના અબ્દુલ ફૈયાઝ અહમદ સાઈકલ પર હજયાત્રાએ નીકળ્યા



(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.
હજ ઈસ્લામના પાંચ અરકાનો પૈકીનો એક મહત્ત્વનો સ્તંભ છે. દરેક મુસલમાન જીવનમાં એકવાર તો હજ અદા કરવાની ખેવના ધરાવે છે. પરંતુ અલ્લાહ ત્આલાએ જેના નસીબમાં હજ લખેલી હોય તે વ્યક્તિ હજ કરવા જવા નસીબદાર નિવડે છે. સાઈકલ પર સવાર થઈ અજમેર દરગાહ શરીફની ઝિયારત કરવા જનારા ઘણા હશે. પરંતુ સાઈકલ પર હજ પઢવા જનારા ભાગ્યે કોઈ મળશે. પરંતુ કર્ણાટકના વાનીયમ્બડી ગામના ૭૭ વર્ષના વૃદ્ધ અબ્દુલ ફૈયાઝ અહેમદ બે મહિના અગાઉથી સાઈકલ પર હજયાત્રાએ નિકળ્યા છે. જેઓ ગતરોજ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અબ્દુલ ફૈયાઝ અહમદની ઉંમર ભલે ૭૭ વર્ષની હોય પરંતુ તેમનામાં જુસ્સો ૨૭ વર્ષના યુવાન જેવો છે. તેમણે તેમના મિત્રોને સાઈકલ પર હજ પઢવા જવાની ઈચ્છા દર્શાવતા બે મિત્રો તૈયાર થયા આથી બે મહિના અગાઉ તેઓ કર્ણાટકથી સાઈકલ પર સવાર થઈ હજયાત્રાએ નિકળ્યા પરંતુ રસ્તામાં બે મિત્રો બીમાર થઈ જતા તેઓ પાછા ફર્યા હતા. આથી અબ્દુલ ફૈયાઝ અહમદ એકલા સફર કરી રહ્યા છે.
કર્ણાટકથી ગતરાત્રે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અંગેની જાણ પટવા શેરીમાં રહેતા કુત્બુદ્દીનભાઈને થતા તેમણે અબ્દુલ ફૈયાઝ અહમદનું સ્વાગત કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ તેઓ અંગે કોઈ પ્રચાર કરવા માગતા નથી. અલ્લાહત્આલાની જાત પર ભરોસો કરી હજયાત્રાએ નિકળ્યા છે તો તે મદદ કરશે  તેવો અટલ વિશ્વાસ ધરાવે છે.

અબ્દુલ ફૈયાઝ અહમદ અમદાવાદથી અજમેર દરગાહશરીફ જશે જ્યાંથી ઝિયારત કરી દિલ્લી જવા રવાના થશે. જ્યાં જરૂરી પરવાનગી અને દસ્તાવેજો તૈયાર કરી અમૃતસરથી વાઘા બોર્ડર થઈ પાકિસ્તાનના લાહોર જશે ત્યાંથી ઈરાન, ઈરાક અને કુવૈત થઈ મક્કાશરીફ પહોંચશે. અબ્દુલ ફૈયાઝ અહમદનું જણાવવું છે કે તેઓ કર્ણાટકથી માસમાં મક્કાશરીફ પહોંચવાના ધ્યેય સાથે નિકળ્યા હતા અને બે મહિના બાદ અમદાવાદ પહોંચ્યા છે. હવે બાકીના ચાર સાડા ચાર માસમાં તેઓ મક્કાશરીફ પહોંચી જશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
asd

asd

Powered by Blogger.