આજે ભારતે પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ મધ્યમ અંતરની મિસાઈલ
અગ્નિ-રનું સફળતાપૂર્વક પ્રયોગિક પરિક્ષણ કર્યું. ર૦૦૦ કિ.મી.થી વધુ
અંતર સુધી પ્રહાર ક્ષમતા ધરાવનારી આ મિસાઈલનું આ પરિક્ષણ ઓરિસ્સાના તટથી
દૂર સ્થિત વ્હીલર દ્વીપથી સેનાના પ્રાયોગિક પરિક્ષણ હેઠળ કરવામાં આવ્યું.
સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે, સપાટીથી સપાટી પર પ્રહાર કરનારી મિસાઈલનું
પ્રાયોગિક પરિક્ષણ સવારે ૯ વાગીને ૪૦ મિનિટે ઈન્ડીગ્રેટેડ ટેસ્ટ રેન્જના
લોન્ચ કોમ્પ્લેક્ષ-૪થી ગતિમાન પ્રક્ષેપક વડે કરવામાં આવ્યું. આ પ્રાયોગિક
પરિક્ષણને સંપૂર્ણપણે સફળ બતાવતા આઈટીઆરના નિર્દેશક એમવીકેવી પ્રસાદએ
કહ્યું કે, આ સેના દ્વારા કરવામાં આવેલ એક પ્રાયોગિક પરિક્ષણ હતું.
For More Articles Visit Online: www.gujarattoday.in