(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
પાંચ રૂપિયાના સિક્કાઓ પર માતા વૈષ્ણો દેવીની તસવીર છાપવાના વિરોધમાં દાખલ અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ જી રોહિણી તેમજ ન્યાયમૂર્તિ આરએસ એન્ડલોની ખંડપીઠે આરબીઆઈને કહ્યું છે કે, તેઓ તે દિશા-નિર્દેશોને અદાલત સામે રજૂ કરે જેના આધારે માતા વૈષ્ણો દેવીની તસવીર પાંચ રૂપિયાના સિક્કાઓ પર છાપવામાં આવી છે. આગામી સુનાવણી ત્રણ ડિસેમ્બરે થશે.
બુધવારે ખંડપીઠની સમક્ષ આરબીઆઈએ કહ્યું કે, તેમણે આ કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા વિશેષ દિશા-નિર્દેશો હેઠળ કરી છે. તેની પર અદાલતે કહ્યું કે, તેઓ આ દિશા-નિર્દેશોને જોવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, નફીસ કાઝી નામની વ્યક્તિએ દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકાર તેમજ આરબીઆઈની વિરૂદ્ધ જનહિત અરજી દાખલ કરી હતી. અરજીકર્તાનું કહેવું હતું કે, આરબીઆઈએ માતા વૈષ્ણો દેવીના ચિત્રવાળા પાંચ રૂપિયાના સિક્કા જારી કર્યા છે. તેનાથી સમૂહ વિશેષના લોકોને દુઃખ પહોંચી રહ્યું છે. જેથી તેની પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

તમારા મિત્ર ને
પણ આ માહિતી મોકલશો
Website: www.gujarattoday.in