દ્બઅમેરિકા સ્થિત વકીલાત જૂથ ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઇએએમસી) દ્વારા તાજેતરમાં એક
અહેવાલ જારી કરાયો છે જેમાં ૨૦૧૨ અને ૨૦૧૪માં આસામની સામુહિક હિંસાના મૂળીયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ હિંસામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને પાંચ લાખ કરતા વધુ લોકો વિસ્થાપિતો બન્યા હતા.
દ્બરિપોર્ટ ‘રેશનેલાઇઝિંગ એથનિક ક્લિન્ઝિંગ ઇન આસામ’ રાજ્યમાં માનવ અધિકાર કાર્યકરો દ્વારા આપવામાં આવેલા ડેટા, મિડીયા રિપોર્ટ, સાક્ષીના અહેવાલો અને સંખ્યાબંધ પિડીતોના નિવેદનો પર આધારીત છે. આમાંના કેટલાક નિવેદનો નોંધવામાં પણ આવ્યા છે. અહેવાલમાં વંશીય અને ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ સતત હિંસા પાછળ રાજ્યની સંડોવણી હોવાનું જણાયુ છે. આ અહેવાલમાં આસામી મુસ્લિમો બાંગ્લાદેશના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે એવી ભ્રમણાને પણ ખુલ્લી પાડે છે. આ અફવાને ગરીબ મુસ્લિમ ગ્રામજનોના પાશવી વંશીય નિર્મૂલન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
દ્બસશસ્ત્ર ત્રાસવાદી જૂથોને રાજકીય આશ્રય મળવાના પગલે આ જૂથોએ ૧૯૯૩થી નિયમિત રીતે હત્યાકાંડ કરાવ્યા છે. હિંસા અને ધાક ધમકી દ્વારા આસામમાં વસ્તી સબંધીત પરિવર્તનો લાવવાની ઝૂંબેશના મૂળમાં વિદેશીઓ વિરુદ્ધ હિંદુત્વ જૂથોની નફરતભરી વાચાળતા પણ જવાબદાર છે એવું આઇએએમસીના પ્રમુખ અહેસાન ખાને જણાવ્યું હતું.
દ્બઆસામમાં સ્થિતિની ગંભીરતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સામૂહિક હિંસાચાર દરમિયાન પોતાના ઘરથી વિસ્થાપિત થયેલા હજારો લોકોની વાપસી માટે યોગ્ય રાહત કે વાતાવરણ પૂરુ પાડવામાં રાજ્ય નિશ્ફળ રહ્યુ છે એવુ ખાને ઉમેર્યુ હતું.
દ્બઆ અહેવાલમાં મુસ્લિમ અને વંશીય બોડોવાદી વચ્ચે સમાધાન લાવવાની વ્યાપક ભલામણોનો પણ ઉલ્લેખ થયેલો છે. આ દિશામાં મહત્વનું પગલું આચરવામાં આવેલા ગુનાની યોગ્ય તપાસ માટે સુપ્રીમકોર્ટ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની (સીટ)ની રચના કરવાનું રહેશે અને રાજકીય આગેવાનો સહિત જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઇએ.
દ્બજો જીવન અને સ્વાતંત્રની બંધારણીય બાહેંધરી સુનિશ્ચિત બને અને તમામ સમુદાયોના સભ્યોને આર્થિક તકો અને રાજકીય સત્તા સમાન રીતે ઉપલબ્ધ બને તો જ આ કટોકટીનો કાયમી ઉકેલ શક્ય છે. આ ઉપરાંત આ પ્રકારની આવી ઘટનાઓ દોહરાય નહીં તે માટે આંતરીક રીતે વિસ્થાપિત બનેલા લોકોને તેમના ઘરે વાપસી માટે તેમને સહાય કરવી જોઇએ.
દ્બજ્યાં સુધી સરકાર સામાજિક વિખવાદ અટકાવવા ગંભીર કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આ પ્રદેશની સ્થિરતા અને વિકાસ એક દૂરનું સપનુ બની રહેશે.શરણાગતિ સ્વીકારનાર જૂથોને શસ્ત્રો રાખવા દેવાની બાબત કાયમી ઉકેલની દિશામાં રાજકીય પ્રક્રિયા આડે મહત્વનું અવરોધક પરીબળ છે. ઇન્ડિયન અમેરીકન મુસ્લિમ કાઉન્સિલ (અગાઉની ઇન્ડિયન મુસ્લિમ કાઉન્સિલ યુએસએ) ભારતના બહુકોમવાદ અને અમેરીકામાં ભારતીય મુસ્લિમોના સહિષ્ણુ લાક્ષણિકતાને સુનિશ્ચિત કરવા માટે સમર્પિત વકીલાત સંગઠન છે.
અહેવાલનો સંક્ષિપ્ત સારાંશ
દ્બછેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય રાજ્ય આસામમાં લઘુમતીઓ વિરુદ્ધ ખાસ કરને મુસ્લિમો વિરુદ્ધ અનેક વખત સામૂહિક હિંસાચાર જોવા મળ્યો છે, બોડો ટેરિટોરિયલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રીક્ટ્સ (બીટીએડી) તરીકે ઓળખાતો વિસ્તાર અને પશ્ચિમ આસામની આસપાસના વિસ્તારમાં મુસ્લિમો તેમજ બોડો આદિવાસીઓ વધુ છે. આ બે સમુદાયો વચ્ચેની વંશીય હરીફાઇ આસામના મુસ્લિમ નાગરીકો વિરુદ્ધ સામૂહિક હિંસાચારનું પ્રાથમિક કારણ જોવા મળ્યુ છે જેના કારણે સંેકડો મૃત્યુ અને રાજ્યના પાંચ લાખ કરતા વધુ લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું.
દ્બજીવન જીવવાનો અને સુરક્ષા માટેનો મૂળભૂત માનવ અધિકાર આસામના અસંખ્ય લોકોને નકારવામાં આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં માનવતાવાદી સંકટનું પ્રમાણ જોતા રાહતના પગલાઓ ઘણા અપર્યાપ્ત હોવાનું જણાયુ છે. આ હિંસાચારમાં બચી જવા પામેલા લોકોને સહાય કરવા માટે સ્થપાયેલ રાહત છાવણીઓમાં માનવ તસ્કરી, યુવા મહિલા અને બાળકોનું યૌનશોષણ જેવા પડકારો હજુ ઊભા છે. નિઃસહાય પિડિતો વિરુદ્ધ આ પ્રકારના અપરાધો બેફામ રીતે ચાલુ રહેશે. સામુહિક હત્યાકાંડની તપાસ કરવા માટે અદાલતી હસ્તક્ષેપની તાત્કાલિક જરુર છે.
દ્બરાજ્યએ પોતાની માલમિલકત અને આજીવિકા ગુમાવનાર હજારો લોકોને પૂરતા રાહત પગલા પૂરા પાડવા જોઇએ. રાજ્યએ ધાર્મિક કે વંશીય જોડાણને ધ્યાનમાં લીધા વગર તમામ નાગરિકોને તકો અને રાજકીય સત્તા સમાન રીતે ઉપલબ્ધ બને એ રીતે જોવું જોઇએ.

તમારા મિત્ર ને
પણ આ માહિતી મોકલશો
Website: www.gujarattoday.in