Breaking News
recent

રાત્રે બજારોમાં સમય બરબાદ કરનારા ઈબાદતમાં સમય પસાર કરે તો અલ્લાહને રાજી કરી શકાય


સુબ્હ સાદીક એટલે કે વહેલી પરોઢનો સમય એટલો મુબારક સમય હોય છે કે સમયે અલ્લાહત્આલાની રહમત આસમાનથી દુનિયા પર ઉતરે છે અને અલ્લાહની રહમતોની વહેંચણી થાય છે. અમદાબાદની શાહી જુમ્આ મસ્જિદના મુફિત શબ્બીર અહમદ સિદ્દીકી જણાવે છે કે સુબ્હ સાદીકના સમયે અલ્લાહ તરફથી નિદા આપવામાં આવે છે કેરહમત અને ભલાઈને માગવાવાળા, બક્ષિસ તલબ કરનારાઓ ઉઠો અલ્લાહત્આલાથી સવાલ કરો અલ્લાહત્આલા તમારી તમામ દુઆઓને કબૂલ કરશે. પરંતુ અમે જયારે આવા  રહમતવાળા સમય સમયમાં સુતા  રહીશું તો દુનિયા અને આખેરતની ભલાઈ કઈ રીતે મળી શકે ? રાતને દિવસ બનાવનારાઓ સામાજિક અને દુન્યવી નુકસાન તો વેઠી રહ્યા છે. પરંતુ રાત્રી સમયે અહી તહીં ફરવાથી કે નવરા બેસી રહેવાથી હોટલો, તવા પર સમય પસાર કરવાથી કોઈ સાથે નાની બાબત પર દલીલમાં ઉતરી જઈએ તો  વાત ફિતના ફસાદ સુધી પહોંચી જાય છે. એટલા માટે યુવાનો ઈસ્લામના હુકમ મુજબ પોતાની જિંદગી ગુજારે તેમાં ભલાઈ છે હવે આજનો મુસલમાન ખાસ કરીને યુવાનો વિચારે કે તેઓ કઈ દિશામાં જઈ રહ્યા છે. કેટલાક લોકો એવી દલીલ કરી રહ્યા છે કે અમે એક રૂમના મકાનમાં પાંચ, સાત કે દસ વ્યકિતઓ રહીએ છીએ એટલે મોડી રાત્રી સુધી બહાર રહીએ છીએ જો કે આવા લોકોની વાત સાચી હોઈ શકે પરંતુ તેનો અર્થ એવો નથી કે બજારોમાં જઈ નકામી વાતોમાં સમય પસાર કરો ? મસ્જિદોમાં જઈ અલ્લાહની ઈબાદત કરતા તેમને  કોણ રોકે છે ? સમય બરબાદ કરવા  કરતા સમયનો સદઉપયોગ કરી ઈબાદતમાં સમય પસાર કરશો તો અલ્લાહ ત્આલા એવા અસ્બાબ પેદા કરશે કે તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય.                                                                                                                                      (નોંધ : ઉકત તસવીરો અમદાવાદના મુસ્લિમ રહેણાંક વિસ્તારોની છે. વળી રાત્રીના ૧ર વાગ્યા પછીની છે.)
asd

asd

Powered by Blogger.